વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ નવસારી દ્વારા તારીખ ૧૬ ઓક્ટોબરે ડાંગ જીલ્લા ના આહવા તાલુકાના મહાલપાડા ગામ ખાતે પશુ સારવાર તથા ડીવોર્મિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં પશુપાલકો ભાગ લીધો હતો. મહાલપાડા ગામના કુલ ૨૬ પશુપાલકો પોતાનાં ૩૨ પશુઓ સાથે હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં વિશાલભાઈ અમીન દ્વારા પશુપાલકોના પશુઓની નોંધણીથી કરવામાં આવી હતી. કેમ્પમાં નિષ્ણાંત તરીકે ડૉ. મહેશકુમાર માઢવાતાર, ડૉ. જીગરભાઈ પટેલ તથા ડૉ. સુનીલભાઈ કાપડી એ ભાગ લીધો હતો. આ પશુ સારવાર કેમ્પમાં વિવિધ પ્રકાર ની પશુઓને લગતી સમસ્યાઓ જોવા મળી હતી, જેવી કે અપચો (૩), ઝાડા (૨), રીપીટ બ્રીડીંગ (૧૧), એનિસ્ટ્રસ (૬), ઘા (૧), મસ્ટાઈટીસ/ બાવલા નો સોજો (૯) વગેરે. આ સમસ્યાઓની સારવાર નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદ્દ-ઉપરાંત, કુલ ૫૫-બકરાંમાં ડીવોર્મિંગ પણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા પશુપાલકોને પશુપાલનમાં ઉદ્ભવતા સ્વાસ્થ્યને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડાંગ વિસ્તારમાં જોવા મળતા પશુરોગના પ્રસારને અટકાવવા માટે આ પ્રતિરોધાત્મક ઉપાયો અંગે પણ પશુપાલકોને ઝીણવટભરી સમજણ માટે પશુપાલક ગોષ્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટનું વિતરણ તથા પશુને જરૂરિયાત મુજબ મિનરલ મિક્ષ્ચરનું પણ વિતરણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે. અંતમાં ડૉ. મહેશકુમાર માઢવાતાર દ્વારા ઉપસ્થિત તમામ પશુપાલકોનું આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.), ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ, નવસારી) તથા ડૉ. એમ.એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ડાંગ જિલ્લાના ઉંડાણ વિસ્તારના ગામડાઓમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપી આત્મનિર્ભરતા તરફ આગળ વધે તેવી પ્રેરણાત્મક કામગીરી કરવામાં આવી રહી છે પશુ સારવાર અને ડીવોર્મિંગન કેમ્પમાં ભાગ લેનાર તમામ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યું હતું..