કાંકરેજ તાલુકામા ચેક રિટર્ન ના કેસમાં સજા કરતી શિહોરી કોર્ટ..
કાંકરેજ તાલુકામા ચેક રિટર્ન ના કેસમાં સજા કરતી શિહોરી કોર્ટ..

કાંકરેજ તાલુકામા ચેક રિટર્ન ના કેસમાં સજા કરતી શિહોરી કોર્ટ..
અમદાવાદના પારેખ મહેશભાઈ ભુપેન્દ્રભાઈ બહેન પૂનમબેનના લગ્ન ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નાઈ મહેશભાઈ જયંતીભાઈ સાથે થયેલ હોઈ અને આ પૂનમબેન નાઈ તથા તેમના પતિ મહેશભાઈ નાઈ થરાના સોની કપિલદેવ મધુસુદન ની શ્રી ક્રિશ્ના જવેલર્સના કાયમી ગ્રાહક હોવાથી અવાર નવાર સોના ચાંદી ખરીદતા હતા અને આ પૂનમબેન નાઈના ભાઈ આરોપી પારેખ મહેશભાઈ ભુપેન્દ્રભાઈ ને તેમના સગામાં લગ્ન હોવાથી પુનમબેન નાઈ અને તેમના પતિ નાઈ મહેશભાઈ જયંતીભાઈ આ કામના આરોપી મહેશભાઈ ભુપેન્દ્રભાઈના સ.ને. ૨૦૧૯ ની સાલમાં સોનાના દાગીના રૂ.૨૦,૫૯,૩૦૨/- અંકે વીસ લાખ ઓગણ સાઈઠ હજાર ત્રણસો બે રૂપિયા પુરાના પોતાના સગામાં લગ્ન હોવાથી લઈ ગયેલા અને કપિલદેવ સોનીને એવો વિશ્વાસ આપેલો કે તમારી આ રકમ હું સ.ને.૨૦૧૯ ની સાલમાં ચૂકતે કરી આપીશ. ત્યાર બાદ પૈસાની ઉઘરાણી કરતા મહેશભાઈ પારેખે કપિલદેવ સોનીને લેણી રકમ ૨૦,૫૯,૩૦૨/- અંકે વીસ લાખ ઓગણ સાઈઠ હજાર ત્રણસો બે રૂપિયા પુરાનો ચેક આપેલ જે ચેક મહેશભાઈ પારેખના ખાતામાં પૈસા ન હોઈ પરત ફરેલ જેથી કપિલદેવ સોનીએ થરા વિદ્વાન વકીલ રફીકભાઈ કે.મનસૂરી મારફતે શિહોરી કોર્ટમાં ક્રી. કે. નં.-૨૩૭/૨૦૨૦ થી દાખલ કરેલ જે કેસમાં આર.કે.મનસૂરી વકીલ ની ધારદાર રજૂઆતને ધ્યાને રાખી શિહોરી કોર્ટના જ્યું.મે.જી. આર.વી. પટેલે આરોપીને તા.૧૩/૦૧/૨૦૨૬ ના રોજ નેગો. કલમ ૧૩૮ મુજબ તકસીરવાર ઠરાવી કિ.પ્રો.કો.કલમ ૨૫૫ (૨) મુજબ એક વર્ષની સજા તથા ચેકથી બમણી રકમ ૪૧,૦૦,૦૦૦/- અંકે એકતાલીશ લાખ રૂપિયા પૂરનો દંડ કિ. પો. કોડની કલમ૩૫૭ (૧) બી અન્વયે ફરિયાદીને ચૂકવવાનો તથા દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 22530




