GUJARATIDARSABARKANTHA

આદિજાતી વિસ્તાર પોશીનાના દાંતીયાના પ્રગતીશીલ ખેડૂતશ્રી કાંતીભાઇ ખુંટે પ્રાકૃતિક ખેતી થકી મોડલ ફાર્મિંગ કરે છે.

આદિજાતી વિસ્તાર પોશીનાના દાંતીયાના પ્રગતીશીલ ખેડૂતશ્રી કાંતીભાઇ ખુંટે પ્રાકૃતિક ખેતી થકી મોડલ ફાર્મિંગ કરે છે.
**
કાંતીભાઇને પ્રાકૃતિક ખેતીમાં મદદ માટે ગાય નીભાવ માટે મહિને ૯૦૦/- રૂ. તેમજ મોડેલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦/-ની સહાય સરકાર તરફથી મળેલ છે.
***
પ્રાકૃતિક ખેતીને અપનાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે.
**
સાબરકાંઠા જિલ્લાના આદિજાતી વિસ્તાર પોશીના તાલુકાના દાંતીયા ગામના પ્રગતીશીલ ખેડૂત શ્રી કાંતીભાઇ ખૂંટ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક પધ્ધતિથી તેમની એક એકર જમીનમાં મોડલ ફાર્મિંગ કરે છે.
કાંતિભાઇ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તેમણે મોડેલ ફાર્મિંગ અંતર્ગત પોતાના ખેતરમાં આંબા, દાડમ, જામફળ, લીંબુ વાવ્યા છે. સાથે મગફળી, મકાઇ, કપાસ ,શાકભાજી વગેરેનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં રીંગણ, બટાકા, મરચા, ભીંડા, ગવાર વગેરે મીક્ષ પાકમાં કરે છે. આ સાથે ઘઉં બાજરી મકાઇ વગેરેનું વાવેતર કરે છે.
તેઓ દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. ૯૦૦ની સહાય મળે છે. તેમજ મોડેલ ફાર્મિંગ માટે ફળાઉ વૃક્ષ માટે રૂ. ૧૩,૫૦૦/-ની સહાય મેળવી છે.
વધુમાં ખેડુત શ્રી જણાવે છે કે, પોતાની ખેતપેદાશોના વેચાણની કામગીરી ખૂબ જ પ્રેરણાદાયક છે. તેઓ ઘણીવાર નજીકના શાકભાજી માર્કેટ તો ક્યારેક પોતે જાતે શાકભાજીની લારી લઈને વેચાણ કરે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે એફ.પી.ઓ બન્યા છે ત્યાં પણ પોતાની ખેત પેદાશોનું વેચાણ કરે છે.
કાંતીભાઇ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમો આપે છે. તેમના પ્રયત્નો અને માર્ગદર્શનથી આદિજાતી વિસ્તારના અન્ય ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!