ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન મેઘરજ દ્વારા યુરિયા ખાતરની અછત ને લઇ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન મેઘરજ દ્વારા યુરિયા ખાતરની અછત ને લઇ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

મેઘરજમાં તારીખ 22/08/2025 ના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન ના ગુજરાત શહ પ્રભારી  એડ. કિર્તીરાજ એમ પંડ્યા, વાગડ સેવા મંડળ ના મંત્રી કાંતિભાઈ એસ ડામોર, ઠાકરો સમાજ ના આગેવાન એડ. ડાહ્યાભાઈ આર પગી, મારૂતી સેવા ટ્રસ્ટ ના હિતેન્દ્રસિંહ રાઠોડ નાઓ મેઘરજ મામલતદાર સમક્ષ મેઘરજ તાલુકા ના જગત ના તાત એવા વ્હાલા ખેડૂત ભાઈઓ બહેનો ને ખાતર મેળવવા માટે લાંબી લાઈન માં ઉભા રેહવું પડે છે. અને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. જેથી આવેદનપત્ર આપી તાલુકા ના ખેડૂતો ને પૂરતા પ્રમાણે ખાતર નો જથ્થો મળી રહે અને ખેડૂતો ને પડતી મુશ્કેલી નું નિરાકરણ થાય જો આવી પરિસ્થિતિ સર્જાતી રહેશે તો આગામી સમય માં ખેડૂતો ના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!