નરેશપરમાર, કરજણ,
વડોદરા નું કરજણ શહેર બન્યું રખડતા ઢોર નો અડ્ડો…
કરજણ શહેર ના જુના બજાર વિસ્તાર, નવા બજાર વિસ્તાર ના મેન બજાર, ધાવટ ચોકડી, આમોદ ચોકડી, સહિત કરજણ શહેર ના મેન માર્ગો પર રખડતા ઢોર ને લઈ વાહન ચાલકો સહિત રાહદારીઓ ને મુશ્કેલી…
કરજણ એસ.ટી.ડેપો માં તો પેસેન્જર ની જગ્યાએ રખડતા ઢોર જોવા મળ્યા.રખડતા ઢોર એ એસ.ટી.બસ ડેપો ને અડ્ડો બનાવ્યો.કરજણ દીનદયાળ સાક માર્કેટની તો વાત જ ના પૂછો , સાક માર્કેટ માં ગૃહિણીઓ સાક લેવા આવે છે ત્યારે સાક લીધેલી થેલી ને રાખડતું ઢોર ફાડીનાખે છે એટલુંજ નહીં કેટલીક ગૃહિણીઓ સાક લેવા આવે ત્યારે પોતાના સાથે બાળક લાવતી હોઈ છે , કોક રખડતું ઢોર દોડીજાય ત્યારે સાક લેવા આવેલી કોઈ મહિલા કે કોઈ બાળક ને નિશાન બનાવે તેનું કોણ જવાબદાર ? માર્કેટની અંદર રાખડતું ઢોર મારીબેસે , સાક માર્કેટ માં દુકાનો માં સાક માં મોઢું માંડે છે સાક વેંચતા વહેપારીઓ નું કહેવું છે કે સાક માર્કેટ ના ગેટ તૂટી ગયા છે સત્વરે પાલિકા તંત્ર રીપેર કરાવે જેવી માંગ કરી છે વાત કરજણ શહેર ના મુખ્ય માર્ગો ની કરીએ તો રખડતા ઢોર તો ત્રાસ વધિગયો છે , કરજણ શહેર માં રખડતા ઢોર ને લઈ અસંખ્ય અકસ્માતો માં વાહન ચાલકો સહિત રાહદારીઓ ભોગ બન્યા છે, કેટલાય લોકો એ પોતાના હાથ પગ તોડ્યા છે