GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં કરાટે રમતવીરોની પરીક્ષા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં ડિવાઇન સ્પોર્ટસ એન્ડ શોટોકાન કરાટે એસોસિએશન (DSSKA) દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે કરાટે કલર બેલ્ટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના ડુંગરી, વલસાડ, પારડી, ઉદવાડા, બગવાડા અને વાપી ચલાના કુલ ૧૯૦ કરાટે રમતવીરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રણભૂમિ એકેડમીના પ્રમુખ અને એડવોકેટ કેયુર પટેલ તથા રણભૂમિ સ્પોર્ટ્સ ડિરેક્ટર અને ગુજરાત યોગ બોર્ડ કો-ઓર્ડિનેટર નિલેશ કોસિયા ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાનનાં હસ્તે કલર બેલ્ટ,  સર્ટિફિકેટ તથા બેસ્ટ પરફોર્મન્સ ટ્રોફી ખેલાડીઓને સર્મપિત કરી કરાટે રમતવીરોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. DSSKAના પ્રમુખ સેન્સેઈ વિગ્નેશ બી. પટેલ તથા સેન્સેઈ હિતેશ આઈ. પટેલના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો

Back to top button
error: Content is protected !!