GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:જુમ્મા મસ્જિદ ખાતે કાદરી તુગરા ગ્રુપ દ્વારા સૈયદા જીલાની બેગમ ના ઉર્ષની ઉજવણી કરાઇ,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૩.૨૦૨૫

હાલોલ નગરના જુમ્મા મસ્જિદ ખાતે આજે બુધવારના રોજ અસર ની નમાઝ બાદ હાલોલના કાદરી તુગરા ગ્રુપ દ્વારા નવાસી એ મોહદીસે આઝમે ગુજરાત અઝીઝે મિલ્લત આબેદા ઝાહેદા પારસા સૈયદા જીલાની બેગમ ના પાંચ માં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુમ્મા મસ્જિદ ખાતે મહેફિલે મિલાદ અને તકરીર નો ઝલસો યોજાયો હતો જેમાં મોલાના યાકુબ રઝવીએ તકરીર ફરમાવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમો ના પવિત્ર તેહવાર રમજાન માસને લઇ કાદરી તુગરા ગ્રુપ દ્વારા ઇફતારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ આ ઉર્ષ તેમજ ઇફતારીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.જ્યારે આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ ઉલમાએ ઇકરામ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!