
નરેશપરમાર. કરજણ,


કરજણ કરજણ નવાબજાર વેહલી સવારે રણછોડરાય મંદીર પાસે આદર્શ ગિફ્ટ શોપ ઉપરના માળે મકાન માં ભયાનક આગ
કરજણ ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સતત પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આજરોજ વહેલી સવારે અંદાજે ૨:૪૫ કલાકે કરજણ ના નવાબજાર સ્થિત રણછોડરાય મંદીર પાસે આવેલ આદર્શ ગિફ્ટ શોપ ના ઉપરના માળે રહેવાસી મકાનમાં ભયાનક આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સતત પાણી નો મારો ચલાવી જીવના જોખમે અંદર રહેલ ગેસ સિલેન્ડર બહાર કાઢી આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગયેલ.




