નરેશપરમાર -કરજણ
વડોદરા ખાતે જિલ્લા કક્ષાની રમતોમાં કરજણની KPSના વિદ્યાર્થીઓ અગ્રેસર
વડોદરા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા ખાતે વડોદરાના ૮ તાલુકાની શાળાના વિદ્યાર્થીએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કરજણ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યાં હતા. કરજણ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીઓમાં અં.-૧૪ એથલેન્ટિક્સમાં અંજલી ૧૦૦ મીટર દોડમાં અને લાંબી કુદમાં પ્રથમ આવેલ છે. વસાવા તમન્ના પ્રથમ આવેલ છે. વસાવા સાક્ષી ત્રીજા ક્રમે આવેલ છે. જ્યારે ચેસ રમતમાં પઢીયાર જેસીલીની બીજા ક્રમે આવેલ છે. બહેનોમાં અં.- ૧૭માં પટેલ ડના એમ. પટેલ જીયા આર. પ્રથમ નંબરે આવેલ છે. પરમાર ક્રિષ્ના ડી. અને રાજભર શિવાની બીજા ક્રમે આવેલ છે. બહેનોમાં અં.-૧૯ લાંબી કુદમાં પટેલ નેન્સી એન. બીજા ક્રમે લાલોતર ભાવના આર. પ્રથમ, ઠાકોર પ્રાચી બીજા ક્રમે. જ્યારે ચેસ રમતમાં ઠાકોર જાનવી પ્રથમ, ભટ્ટ યશવી બીજો ક્રમ, મોદી ધારા ત્રીજા ક્રમે, યોગાસનમાં દોશી ક્રિશા બીજા ક્રમે, વણકર વૈષ્ણવી ત્રીજા ક્રમે. ભાઈઓમાં જયારે બારૈયા ગૌરવની ૧૦૦ મીટર દોડ અને લાંબી દોડમાં પ્રથમ આવેલ છે.