GUJARAT

દેડિયાપાડાની ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મયોગીઓને તાલીમબદ્ધ કરાયા

*દેડિયાપાડાની ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મયોગીઓને તાલીમબદ્ધ કરાયા.

તાહિર મેમણ – 30/04/2024- નર્મદા જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૨- ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિભાગના ૩૦૨ પ્રિસાઈડિંગ અને ૩૦૮ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સ અને ૧૦૧ પોલીંગ ઓફિસર મળી કુલ ૭૧૧ જેટલા કર્મયોગીઓ માટે ગર્લ્સ લિટરસી રેસિડેન્સીયલ સ્કૂલ(મોડેલ) દેડિયાપાડા ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ધવલ સંગાડાની રાહબરી હેઠળ સોમવારે બીજા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ લોકસભા મતવિભાગના જનરલ નિરિક્ષક સુશ્રી સંદિપ કૌરે મુલાકાત કરી તાલમી વર્ગનું નિરિક્ષણ કર્યું હતું.

બીજા તબક્કાના આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલા વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે, તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!