GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- સુપ્રસિદ્ધ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમને દેવ દિવાળીના પવન પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટના દર્શન યોજાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૧.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમને દેવ દિવાળીના પવન પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટના દર્શન યોજાયા હતા. જેમાં સવારથી બપોર સુધીમાં એક લાખ ઉપરાંત નારાયણ ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે શ્રી નારાયણધામ તાજપુરા ખાતે અન્નકૂટના દર્શન માટે આવેલા નારાયણ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની પાવન ઘરાના મહાન સંતશ્રી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુની તપો ભૂમિ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે શુક્રવાર ને કારતકી પૂનમને દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટના દર્શનનું ભવ્ય આયોજન શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી નારાયણ ધામમાં મંદિર સહિત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુની ગુફા ખાતે છપ્પન ભોગ ની મીઠાઈઓ તેમજ વિવિધ ફરસાણ અને અન્ય પકવાન મળી કુલ ૧૫૧, ઉપરાંત વાનગીઓના ભવ્ય થાળ સજાવી અન્નકૂટ પધરાવવામાં આવ્યો હતો. જેમાં શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવદિવાળીએ યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શનનો અનેરો મહિમા અને ભારે શ્રદ્ધાભાવ પરમપૂજ્ય સંતશ્રી બ્રહ્મલીન નારાયણ બાપુના લાખો અનુયાયી નારાયણ ભક્તો હોવાને લઈને આજે યોજાયેલા ભવ્ય અન્નકૂટના દર્શનનો નારાયણ ભક્તો માટે વહેલી સવારથી આરંભ કરવામાં આવતા શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે વહેલી સવારથી જ અન્નકૂટના દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો નારાયણ ભક્તોની જામી હતી. અને શિસ્તબદ્ધ કતારમાં ઉભા રહી ક્રમાનુસાર વારાફરતી સવારથી બપોર સુધીમાં એક લાખથી પણ વધુ નારાયણ ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં આજના અન્નકૂટના દર્શનમાં નારાયણ ભક્તો સહિત સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યો સહિત અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં અનેક ભક્તો પણ અન્નકૂટના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેમાં શ્રી નારાયણ ભક્તો આજે દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને અન્નકૂટના દર્શન કરવાનો લ્હાવો લેવા સહિત પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ બાપુ ની સમાધિ ખાતે શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જેમાં આજે તાજપુરા નારાયણ ધામ ખાતે  એક લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડતા હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાની આગેવાની હેઠળ રૂરલ પોલીસની ટીમ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર તાજપુરા ખાતે સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સહિતની તમામ બંદોબસ્તની કામગીરી સતત ખડેપગે ઊભા રહી બજાવવામાં આવી હતી.શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે આજે દેવ દિવાળીના પવન પર્વને અનુલક્ષીને યોજાયેલા ભવ્ય અન્નકૂટના દર્શન કરવા પધારેલા એક લાખ ઉપરાંત માઇ ભક્તોના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા (આમ્ર કુંજ) આંબાવાડિયા ખાતે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં મહાપ્રસાદીમાં ૮૦૦, કિલો બુંદી ૫૦૦ કિલો ગાંઠિયા ૮૦ થી ૧૦૦ માં ચોખાનો ભાત ૮૦ મણ શાક અને ૨૫ ચણા ની મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી હતી.જેમાં એક લાખ જેટલા નારાયણ ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા બાદ મહાપ્રસાદીનો લ્હાવો લઈ ભારે શ્રધ્ધાભાવ પણ મહાપ્રસાદી આરોગી ધન્યતા અનુભવી હતી.

 

Back to top button
error: Content is protected !!