થરા કોલેજમાં રાસ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
થરા કોલેજમાં રાસ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.

થરા કોલેજમાં રાસ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના IQAC વિભાગ હેઠળ એન.એસ.એસ અને એન.સી.સી.વિભાગ દ્વારા તા. ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ કર્તવ્યબોધ દિવસની ઉજવણી સંસ્થાના પ્રમુખ ધીરજભકુમાર શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.કાર્યક્મની શરૂઆત સ્વામિ વિવેકાનંદ,સુભાષ ચંદ્રબોઝ અને ભારતમાતાની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ- પ્રાગટ્ય સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ.પ્રિ. ડૉ.ડી.એસ. ચારણે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શિક્ષકના ધર્મ,કર્તવ્ય અને શિક્ષકની વર્તમાન પરિસ્થિતિની કાર્યપદ્ધતિ, કર્મનો સિદ્ધાંત,રાષ્ટ્રપ્રેમ સંસ્કારનું સિંચન વગેરે બાબતોને અનુસરી વિવિધ ઉદાહરણો સહિત સાહિત્યિક શૈલીમાં વિધાર્થીઓ ને માહિતગાર કરેલ.વક્તા ડૉ. મયંકભાઈ જોષીએ વિધાર્થીઓને દેશ,સમાજ,પરિવાર તથા પર્યાવરણ પ્રત્યેની ફરજો સમજાવી જવાબદાર નાગરિક બનવા પ્રેરણા પુરી પાડેલ. વિધાર્થીઓ દ્વારા કર્તવ્યબોધ વિષયક વિચારો રજૂ કરવામાં આવ્યા તેમજ શપથવિધિ યોજાઈ.સૌએ દેશના વિકાસ માટે પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધેલ. ત્યારે પ્રાધ્યાપકો સહીત વિશાળ સંખ્યામાં વિધાર્થીભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડૉ.ગૌરવભાઈ શ્રીમાળીએ આભાર વિધિ ડૉ. નિતેશ પટેલે કરેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




