તા. ૧૩૦૮૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના કતવારા ગામે બાતમીના આધારે બે પીકપ ગાડીમાં મધ્યપ્રદેશમાં લઈ જવાતો ખાતર ૧૫૦ થેલીનો જથ્થો નાયબ ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડ્યો
દાહોદ કૃષિ વિભાગે ખાતર નો જથ્થો ઝડપી પાડ્યો મધ્યપ્રદેશ પાસીંગ ગાડી નંબર MP.43.G.3099તેમજ દાહોદ પાસિંગ ગાડી નંબર GJ.20.V. 5947 કુલ બે ગાડીઓ ખાતર ના જથ્થા સાથે કૃષિ વિભાગે ઝડપી પાડી મધ્યપ્રદેશ ની ગાડી માંથી ૭૫ બેગ તેમજ જીજે ૨૦ દાહોદ પાસિંગ ની ગાડી માંથી પણ ૭૫ બેગ ખાતર ની ઝડપાઈ બીલ વગર ખાતરનો જથ્થો લઈ જતા બન્ને વાહનો તેમજ ખાતર ની કૃષિ વિભાગે ઝડપી પાડ્યા કાળા બજાર માં ઊંચા ભાવે ખેડૂતો ને વેચવા માટે આ જથ્થો લઈ જવાતો હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હાલ કૃષિ વિભાગે જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી