
કાવી હોમગાર્ડ યુનિટ માં આજે હોમગાર્ડ સ્થાપના દિન 62 માં વર્ષ નિમિત્તે કાવી હોમગાર્ડ યુનિટ ના હોમગાર્ડ જવાનો તેમજ કાવી યુનીટના ઓફિસર કમાન્ડિંગ શ્રી એન.વી.પટેલના નેતૃત્વ હેઠળ હોમગાર્ડ સ્થાપના નિમિત્તે કાવીપોલીસ સ્ટેશનથી ગાંધી ચોક. લીમડા ચોક. મોટા ચકલા. સુથાર ચકલા. તળાવ વિસ્તાર. થઈ પરત કાવી પોલીસ સ્ટેશન માં આવી ભારતના નાગરિકોને હોમગાર્ડ સંસ્થામાં જોડાઇ અને દેશના વિકાસમાં આવીરત કાર્ય કરી નિષ્કામ સેવા કરે તે હેતુથી સાંજે બાઈક રેલી દ્વારા જનજાગૃતિ વ્યસનમુક્તિ અભિયાન સાક્ષરતા અભિયાન જેવા સુત્રોનું ઉચ્ચારણ કરી ભારતના નાગરિકો માં એકતાની ભાવના જળવાઇ તેવી રીતે હોમગાર્ડ સ્થાપના દિનની કાવી યુનિટના હોમગાર્ડ જવાનો દ્વારા કાવી ગામમાં કરવામાં આવી હતી.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ




