
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ કેશોદ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ શ્રી રામ નવમી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું વિશ્વ હિન્દુ પરિષદ ના તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા ના જણાવ્યા મુજબ આ શોભાયાત્રા માં 30 જેટલા વિવિધ સમાજો,સંગઠનો,ગ્રુપ ના ફ્લોટ જોડાયેલ હતા આ શોભાયાત્રા એટલી વિશાળ સ્વરૂપ બની હતી કે 2 કિમિ થી વધુ ધર્મપ્રેમી જનતા ની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી આ શોભાયાત્રા માં 8 ડી.જે અને ઠેર ઠેર પાણી, સરબત, ફ્રુટ, શિરો, માંડવી પાક ચેવડો,મસાલા છાછ,આઇસ્ક્રીમ, કેન્ડી વગેરે વેપારીઓ,સંગઠનો,ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરીને સેવાઓ આપેલ હતી આ શોભાયાત્રા ની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદ ના 300 થી વધુ હોદેદારો કાર્યકરો દ્વારા 20 દિવસ થી કરવામાં આવતી હતી જેમાં મુખ્ય માર્ગો ઉપર મોટા બેનર, ધજા,ગેઇટ,લાઇટિંગ થી શુશોભન કરેલ હતું આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશોદ ના ચારચોક માં લેસર શો અને ડી.જે.ના સથવારે લાઇટિંગ શો રાખવામાં આવેલ હતો જેમાં વિશાળ માત્રા માં લોકો આ શો નિહાળવા માટે પધારેલ હતા આ લાઇટિંગ શો આકર્ષણ નું કેન્દ્ર બનેલ હતું તેમજ રામ નવમી ની પૂર્વ સંધ્યાએ શરદ ચોક હવેલી ખાતે ધુન નું આયોજન કરેલ શ્રી રાધે ધુન મંડળ કેશોદ દ્વારા રામધૂન ની જમાવટ કરેલ હતી અને આ વર્ષે આ શોભાયાત્રા એટલી આકર્ષણ નું કેન્દ્ર બનેલ કે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ વિશાલ ભાઈ ભટ્ટ દ્વારા જણાવેલ કે ભૂતો ના ભવિષ્ય જનમેદની ઉમટી પડી અનેં વેપારી ,સંગઠનો ગ્રુપ અને દાતાઓ, લોકોનો આભાર વ્યક્ત કરેલ હતો આ શોભાયાત્રા કે.ડી ગ્રાઉન્ડ માંગરોળ ઉપર સાંજે 4 કલાકે ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઇ ગોંડલીયા વિશ્વ હિન્દુ પરિષદ ના વિભાગ તથા જીલ્લા ના હોદેદારો અશ્વિનભાઈ, વિઠ્ઠલભાઇ અને કેશોદ નાં આગેવાનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટય કરેલ હતું ત્યાર બાદ વાલ્મિકી સમાજ દ્વારા પ્રભુ શ્રી રામ ના મુખ્ય રથ ને જંડી બતાવી પ્રસ્થાન કરાવેલ હતું અને સામાજિક સમરસ્તાનું ઉદાહરણ પૂરૂ પાડેલ હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની માતૃશક્તિ દ્વારા તમામ નો આભાર વ્યક્ત કરેલ હતો અને આ જ રીતે સમસ્ત હિન્દુ સમાજ નો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરેલ હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





