GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે 322 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 22 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ જલારામ મંદિરે 322 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 22 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા 3  કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી  નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં  322 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22898 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન દાતા મોહનભાઈ કનેરિયા,જલારામ મંદિરનાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર,પરિતોષ પટેલ, ડો ભૂપેન્દ્ર જોશી,ડો ભૂમિ વણપરિયા, હેમંત ઘેરવરા, ડો સ્નેહલ તન્ના, મોહન ભાઈ ઘોડાસરા, જયસુખભાઈ, સોંદરવા રતનબેન વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ .આ નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 47 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતાં. નેચરોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વા ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી  હતી,  ઉપરાંત મહાદેવ આયુર્વેદીક ક્લિનિક નાં સોંદરવા રતન મેમ દ્વારા મશીન થી સંપૂર્ણ બોડી ચેક અપ ની સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન માધાભાઇ બોરીયા તથા ભગવતસિંહ દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!