GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે 328 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ જલારામ મંદિરે 328 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાનાં દુઃખાવાનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી 329 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 329 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23568 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની શરૂઆત જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, જગમલભાઈ નંદાણીયા, ડો.પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ મોહનભાઈ ઘોડાસરા ,સોંદરવા રતનબેન, ડો,ભુમી વણપરિયા ,દક્ષાબેન મહેતા, ડો નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 192 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા. ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા, રફિકભાઈ મહીડા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ, વિજય દાફડા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દી ની નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!