MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના મોટીક્યાર ગામે જુના સંચાલકે અનાજનો જથ્થો ચોરીને ફતેપુરાના વેપારીને વેચ્યો

સંતરામપુર તાલુકાના મોટી ક્યાર ગામે સસ્તા અનાજની દુકાનના જુના સંચાલકે અનાજનો જથ્થો ચોરીને ફતેપુરા ના વેપારીને વેચ્યો.

અમીન કોઠારી:-મહીસાગર
તા. ૨૨/૮/૨૪

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન નાં મુળ જુનાજ સંચાલક વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ નાં ઓ એ રણજીત શના પગી રહે.પડાદરા તા.કડાણાને દિનેશ મનસુખ તાવિયાડ રહે. મોટીકયાર
ના ઓ એ ભેગા મળીને મોટીકયાર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન નાં શટર ના નકુચા તાળા તોડી ને દુકાન માં રાખેલ સરકારી અનાજનો જથ્થો, ચોખા, ઘઉં,બાજરી, મોરસ વિગેરે ની અંદાજીત કિંમત રુપિયા 1,56,643 આશરે ૧૩૫ કટ્ટા નીતસકરી કરીને આ ચોરીનો સરકારી અનાજનો જથ્થો પીકી અપ ગાડી માં ભરીને ફતેપુરા ઉખરેલી રોડ પર આવેલ અનાજના વેપારી ને વેચી દીધેલ.

 

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર
એએસપી વિવેક નાં માગૅદશૅન હેઠળ પોસઈ પલાસ દ્વારા આ ગુના ની કડી ઓ મેળવી ને આ ગુનામાં સંડોવાયેલા જુના સંચાલક વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ ની તથા રણજીત શના પગી દિનેશ મનસુખ તાવિયાડ નાં ઓ ની અટકાયત કરેલ ને ચોરેલ મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ આરોપીઓ એ જ્યાં વેચેલ તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વેપારી સુભાષ પ્રભુદાસ અગ્રવાલની દુકાનમાંથી કાયદેસરની કાર્યવાહી કરીને કબજે કર્યો હતો.

આ ધટના માં પકડાયેલ આરોપીઓ વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ, રણજીત શના પગી તથાં દિનેશભાઇ મનસુખ તાવિયાડ નાં ઓ ને સંતરામપુર કોટૅમા રજું કરેલ ને આ ગુનામાં અન્ય આરોપીઓ ને પકડવા ના હોય ને ચોરાયેલ મુદદામાલ પૈકી હજુ કેટલોક મુદ્દામાલ પણ કબજે કરવાનો બાકી હોઈ ને સહ આરોપી ઓ કોણ છે ? તેની તપાસ કરવા માટે આરોપીઓ ની જરૂર હોઈ તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા સંતરામપુર કોટૅમા આ આરોપીઓ ની પોલીસ રિમાન્ડ માટેની અરજી આપતાં આ રિમાન્ડ અરજી નું સંતરામપુર ના મે.એડિશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ મેમણ નીઅદાલત મા હીયરીગ થતા કોટૅ તપાસ કરનાર અધિકારી અને એપીપી ડાભી ને આરોપીઓ તરફે ની દલીલો સાંભળ્યા બાદ આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નાં તા.23,08,2024 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે.
સદર ગુનામાં પોલીસે સરકારી સસ્તા અનાજની દુકાન નો ચોરી નો જથ્થો ફતેપુરા નાં વેપારી એ વેચાણ રાખેલ હોય જેથી આ ગુનામાં તપાસ દરમ્યાન બીરેન એસ. 2023ની ક્લમ 317( 2)નો ઉમેરો કરવા માટે પણ કોટૅ માં અરજી આપેલ છે.

Back to top button
error: Content is protected !!