GUJARATJUNAGADHKESHOD

કેશોદ સમસ્ત કોળી સમાજના નવરાત્રી મહોત્સવ નું મેગા ફાઈનલ સાથે સમાપન થયું

કેશોદ સમસ્ત કોળી સમાજના નવરાત્રી મહોત્સવ નું મેગા ફાઈનલ સાથે સમાપન થયું

કેશોદ સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ કેશોદના માંગરોળ રોડ પર યોજવામાં આવ્યો હતો જેમાં નવલાં નવરાત્રીના દિવસોમાં આસુરી શક્તિનો નાશ કરવા માતાજીની આરાધના ગરબા રમીને કરવામાં આવે છે ત્યારે કોળી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો પરંપરાગત વિવિધ આકર્ષક કપડાં પરિધાન કરી ગરબે ઘુમી માતાજીની આસ્થાભેર આરાધના કરી હતી. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં કોળી સમાજના પરીવારજનો ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવમાં જોડાઈ ખૈલયાઓને પ્રોત્સાહિત કર્યા હતાં. કેશોદ કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણાયકો દ્વારા પસંદ કરવામાં આવેલાં નવ દિવસના ખૈલયાઓ વચ્ચે મેગા ફાઈનલ યોજવામાં આવ્યો હતો. કેશોદના માંગરોળ રોડ પર યોજાયેલા કોળી સમાજના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ને જોશ પુરુ પાડવા કોળી સમાજના રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત અધિકારીઓ કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં પસંદ થયેલા ૨૪૦ ખૈલયાઓ વચ્ચે યોજાયેલા મેગા ફાઈનલમાં ખૈલયાઓ મન મુકીને રમ્યાં હતાં ત્યારે નિર્ણાયકો ને પણ ક્રમાંક આપવામાં ભારે ગડમથલ કરવી પડી હતી. કેશોદ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્વારા આગામી દિવસોમાં સમાજ ને શિક્ષિત બનાવવા માટે અને આગામી દિવસોમાં સમુહ લગ્ન નું આયોજન કરવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેશોદ સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવનો મેગા ફાઈનલ રાખવામાં આવેલ જેમાં કોળી સમાજના યુવાનોએ પોતાનું કૌવત દેખાડવા માટે ખેલૈયાઓમા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલમાં વિજેતા થયેલાં ખેલૈયા ઉપર લાખેણા ઇનામોનો વરસાદ જ્ઞાતિજનો અને આગેવાનોની તાળીઓના ગડગડાટ વચ્ચે થયો હતો. કેશોદ કોળી સમાજના નવરાત્રી મહોત્સવમાં સાથ સહકાર આપનારા સૌનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!