પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ પ્રાચી ખાતે શ્રી કોળી સમાજ ભવનમાં ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત આઇકોનિક ટેલેન્ટ એવોર્ડ કારીગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો અને મહાનુભાવો વાલીઓ અને યુવાનોને વિશાળ ઉપસ્થિત એક કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનાર લગભગ 32 જેટલા યુવાનો તથા બહેનોને આ અવસર સન્માનિત કરવામાં આવ્યા હતા એમાંથી કેશોદના રહેવાસી હર્ષભાઈ ભરડાની લાડકી દીકરી રીયાંશી ભરડા જે યુટ્યુબ માં પોતાની દિનચર્યા ના સરસ મજાના વ્લોગ બનાવે છે આ દીકરી નાની ઉંમરમાં પણ એક આગવી પ્રતિભા દર્શાવે છે એથી રિયાંશી બેન ને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી એવોર્ડ વિતરણ ફાઉન્ડેશનના કલ્પેશભાઈ રાઠોડ, દેવેન્દ્રભાઈ સોલંકી કોળી સેના પ્રમુખ છે સાહિત્યકાર ડાયાભાઈ, પત્રકાર નયનાબેન ભાનુશાળી, નિલેશભાઈ પઢિયાર સેવા આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ગીર ફાઉન્ડેશનની આવનારી સેવાકીય યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇબ્રેરી સ્થાપના અને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું સાથે જ વધુ પ્રતિભાશાળી યુવાનોને શોધીને તેમને યોગ્ય મંચ આપવા માટે સંકલ્પ વ્યકત કર્યો હતો.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ