ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : દારૂ ભરેલી કારે LCB સહિત જીલ્લા પોલીસને 50 કીમી સુધી હંફાવી, સદનસીબે રસ્તો ન મળતાં પોલીસે ઝડપી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : દારૂ ભરેલી કારે LCB સહિત જીલ્લા પોલીસને 50 કીમી સુધી હંફાવી, સદનસીબે રસ્તો ન મળતાં પોલીસે ઝડપી

*મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી કારનો LCBએ પીછો કરી 50 કિમી દૂર આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઋગનાથ પૂરા ગામ નજીકથી બે બુટલેગરો સાથે દારૂ ભરેલી કાર ઝડપી*

*મોડાસા રૂરલ, ધનસુરા,બાયડ અને આંબલીયારા પોલીસ અને LCB પોલીસ હાંફી ગઈ*

અરવલ્લી જીલ્લા પોલીસવડા તરીકે નવનિયુક્ત મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા વિવિધ એજન્સીઓ અને પોલીસ અધિકારીઓમાં એક અનોખા પ્રકારની વાયબ્રન્ટતા જોવા મળી રહી છે પ્રોહીબીશન અને એનડીપીએસની કામગીરી માટે સતત દોડાદોડી કરી ટૂંક સમયમાં કરોડો રૂપિયાનો દારૂ,ગાંજા, ચરસનો જથ્થો ઝડપી પાડી નશાના કારોબારીઓને દબોચી લીધા છે.

અરવલ્લી એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમેં આંબલીયાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિયા સેલટોસ ગાડીમાંથી વિદેશી દારૂની તથા બિયરની પેટીઓ નંગ-૪૫ જેમાં બોટલો ટીન ૧૯૪૪ તથા છુટા બોટલ ટીન નંગ-૨૯૪ મળી કુલ બોટલો ટીન નંગ-૨૨૩૮ કિંમત રૂ ૬,૯૧,૯૪૫ તથા મોબાઈલ નંગ-૨ કિ. રૂ.૧૦,૦૦૦/- તથા કિયા ગાડીની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- સાથે કુલ કિંમત રૂ.૧૭,૦૧,૯૪૫/- નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી.

એલસીબી ઝડપેલ બુટલેગરો

૧) અયાન અહેમદ ફારૂક અહેમદ કાદરી રહે.મજીદની ચાલી સંગીતા ફનીચરની પાછળ નરોડા પાટિયા અમદાવાદ

૨) ગોવિંદ ભીખાજી ઠોકર રહે. મફટનગર દેવીસીનેમાની સામે નરોડા બેઠક નરોડા અમદાવાદ

વોન્ટેડ આરોપી

૧) શંકર ઉર્ફે બાકરો ગોબરભાઈ ગરાસિયા રહે.વીરપુર તા.જી.ડુંગરપુર(રાજસ્થાન)

Back to top button
error: Content is protected !!