પાવાગઢમાં યુવક ખીણમાં ખાબક્યો,ફાયર બ્રિગેડ અને પોલીસે અધવચ્ચે ફસાયેલા યુવકને બહાર કાઢ્યો,યુવકને માથામાં ગંભીર ઈંજાઓ પહોંચી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૩.૨૦૨૬
આણંદ જિલ્લાના વડતાલ ગામે થી પરિવાર સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવેલ ભદ્રકાળી માતાજી ના દર્શન કરી પરત ફરી રહેલા પરિવાર પૈકી એક યુવાન ખીણમાં ખાબકી પડતા તાત્કાલિક ધોરણે પોલીસ અને હાલોલ ફાયર બ્રિગેડ ની મદદ મળી જતા યુવાનનો અદભૂત બચાવ થયો હતો.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના વડતાલ ગામના ખોડિયાર નગરમાં રહેતા ૨૨ વર્ષીય તુષારકુમાર અરવિંદભાઈ પરમાર તેઓ પરિવાર સાથે આજે રવિવારના રોજ વહેલી સવારે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવ્યા હતા અને માતાજીના દર્શન કરી ભદ્રકાળી માતાજીના દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ તુષારભાઈ ને ભારે તાપ અને કાળજાળ ગરમી લાગતા તેઓ ઢળી પડ્યા હતા ઢળી પડતા ની સાથે બાજુમાં આવેલી ખીણમાં ખાબકી ગયા હતા જોકે બનાવને લઈને પરિવાર જનો તેમજ અન્ય યાત્રીકો એ બૂમાબૂમ કરતા ઘટના સ્થળે લોકટોળા જામી ગયા હતા જે પૈકી કોઈ એ પાવાગઢ પોલીસ ને તેમજ હાલોલ ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરી ખીણ ની અધવચ્ચે ફસાયેલા તુષારભાઈ ને બહાર કાઢવામા આવ્યો હતો અને ત્યારબાદ સ્ટેચર ધ્વારા રોપ વે માર્ગે પાવાગઢ માંચી ખાતે લાવી 108 એમ્બ્યુલન્સ ધ્વારા હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો તુષારભાઈ ને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈંજાઓ થવા પામી હતી સમય સર પોલીસ અને ફાયર બ્રિગેડ ની મદદ મળી જતા તેમજ તાત્કાલિક સારવાર મળી જતા તુષારભાઈ પરમાર નું અદભૂત બચાવ થયો હતો જેને લઈ તુષારભાઈ ના પરિવારે પાવાગઢ પોલીસ હાલોલ ફાયર ટીમ તેમજ રેફરલ ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો હાલ તુષારભાઈ ની તબિયત સારી હોવાનું જાણવા મળી આવ્યું છે.









