
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ખડાયતા બચપન કલબ-ઉમરેઠ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે તારીખ ૧૦.૦૭.૨૦૨૪ ને બુધવારના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ -ઉમરેઠ માં કાર્યક્રમ કરવામાં આવ્યો.સૌપ્રથમ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી, મૌલિબેન શાહ અને શીતલબેન શેઠે ગૌરીવ્રત કરનારી દીકરીઓને ગૌરી વ્રતનું મહત્વ તથા તેના પૂજાપાઠ કેવી રીતે કરવા તેનું મહત્વ સમજાવ્યું.ગૌરીવ્રત કરનારી તમામ દીકરીઓને દેશી રીતે વાવેલા જવારાની ટોપલી તથા પાંચેય દિવસ માટેનો પૂજાપો જૈનીકભાઈ શાહ તથા નિરવભાઈ શાહ દ્વારા ગૌરીવ્રત કરનારી દીકરીઓને પાકીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના દાતાશ્રી પ્રિયંકભાઈ શાહ તથા નિલયભાઈ ભાલજા તરફ થી ખાવું ની કીટનું અને જવારાની ટોપલી નું વિતરણ કરવામાં આવેલું હતું અને નિરવભાઈ શાહ જેમને KBCના તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે નાસ્તાનો ડબ્બો અને કંપાસ આપ્યા તે બદલ KBCના સૌ સભ્યશ્રીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો.અંતમાં યમુનાષ્ટકના પાઠનું ગાન ગાઈ ગૌરી વ્રત કરનારી તમામ દીકરીઓને ગૌરી વ્રતની શુભેચ્છાઓ પાઠવી હતી.




