અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના સહયોગ ચોકડી પર ઇમ્પિરિયર ગ્રુપના સૌજન્યથી ખલીકપુર પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ કરાયું
મોડાસાની સહયોગ ચોકડી ખાતે નવનિર્મિત ખલીકપુર પોલીસ ચોકીનો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે શ્રેષ્ઠ ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થયો. આ પોલીસ ચોકીનું નિર્માણ ઇમ્પિરિયર ગ્રુપ આનંદપુરાકંપાના રાજુભાઈ છગનભાઈ પટેલ, મુકેશભાઈ છગનભાઈ પટેલ અને અશ્વિનભાઈ છગનભાઈ પટેલના સૌજન્ય સહયોગથી નવનિર્માણ કરાયું છે. સમાજ સેવા અને સુરક્ષા માટે તેમનો આ યોગદાન અનન્ય ગણાયો હતો. નવા ચોકીના પ્રારંભથી મોડાસા શામળાજી હાઈવે પર મુંબઈ દિલ્હીના નેશનલ હાઈવે પરની ટ્રાફિક સમસ્યા તેમજ આસપાસના વિસ્તારના લોકોમાં સુરક્ષા અને શાંતિની નવી લાગણી જગાઈ છે. પોલીસ તંત્ર માટે આ ચોકી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ અસરકારક નિયંત્રણ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ડીવાયએસપી આર.ડી.ડાભી અને ડી.પી.વાઘેલા, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત આગેવાનો, જિલ્લાના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં નવીન ખલીકપુર પોલીસ ચોકીનો પ્રારંભ કરતા ઇમ્પિરિયર ગ્રુપના સૌજન્ય સહકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.