ખાંભા તાલુકાની આશા વર્કર બહેનો તથા આશા ફેસીલેટર બહેનો દ્વારા પડતર પ્રશ્નો આવેદનપત્ર આપ્યું.*

રિપોર્ટર.કિશોર આર. સોલંકી
જાફરાબાદ
- *ખાંભા તાલુકાની આશા વર્કર બહેનો તથા આશા ફેસીલેટર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અને લઘુતમ વેતનની માંગણીને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું
કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછીથી માનદ વેતનમાં કોઈ જ વધારો કર્યો નથી અને આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપેલ નથી. ગુજરાત સરકારે પણ વર્ષ 25 અને 26 માટેના બજેટમાં આ અત્યંત મુશ્કેલી વચ્ચે કામ કરતી બહેનો માટે કોઈ જ વધારાની રકમની ફાળવણી કરી નથી તે સામે ગુજરાતની તમામ આશાવર્કર તથા ફેસીલેટર બહેનોમાં વિકટ પરિસ્થિતિ કામ કરી રહેલ છે છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં આશા વર્કરો અને ફેસિલેટરો માટે નવા ડ્રેસ આપવાની જાહેરાત કરાય છે પરંતુ તે આજરોજ સુધી અપાયા નથી તેમજ આશા વર્કર તથા ફેસિલેટરો અત્યંત મુશ્કેલી વચ્ચે પણ ઘરે ઘરે સરકારની તમામ યોજના પહોંચતી કરે છે તથા આરોગ્ય સેવાઓ પણ ખૂબ જ નિષ્ઠાથી પૂરી પાડે છે આમ છતાં તેઓએ જે કામગીરી બજાવી છે તે કામગીરીના ઈન્સેન્ટીવ એક પણ જિલ્લામાં નિયમિત રીતે દરેક માસે મળતા નથી ચૂકવાતા નથી અને તેથી આ બહેનોની સ્થિતિ આવ વર્તમાન મોંઘવારીમાં ખૂબ જ કફોડી થઈ જાય છે
આવા અનેક સવાલો આશા વર્કરો તથા ફેસિલેટરો સામનો કરી રહી છે.જેથી આ બજેટ સત્ર દરમિયાન જ બજેટમાં સુધારો કરવામાં આવે અને તે માટે આપના દ્વારા 15 યુનિયનના પ્રતિનિધી મંડળને સમય ફાળવવા માટે અને પડતર પ્રશ્નો નો નિકાલ કરવા માંગ કરવામાં આવી હતી.





