
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના ૬૦ વર્ષના ગૌરવ પ્રસંગે સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ ને “ ડાયમન્ડ જ્યુબીલી ઇયર” તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયેલ છે. જે અતર્ગત સંસ્થાના ભૌતિક સંશાધનમાં વૃધ્ધિ કરવા, નવીનીકરણ અને સુશોભન કરવા માટે વિવિધ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યા છે. આજ રોજ તા: ૭/૨/૨૦૨૫, શુક્રવાર ના દિવસે ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ સાહેબના વરદ હસ્તે નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ ના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજ માટે પવિત્રીકરણ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ શુભ અવસર પર જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી વિમલભાઈ પટેલ, ભાગડાવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઇ પટેલ, ઉપ સરપંચ શ્રી બકુલભાઈ જોષી તેમજ સંગઠનના શ્રી મિહિર પંચાલની પ્રોત્સાહક હાજરીમાં સંસ્થાના સમગ્ર સ્ટાફ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધેલ.
ધારાસભ્ય શ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું અને વૃક્ષો વાવી એનું જતન કરવા માટે પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમજ વર્લ્ડ વાઈડ લાઈફ ફંડના માર્ગદર્શનમાં સંસ્થા ખાતે ઇનોવેશન એન્ડ એન્વાયરમેન્ટ ક્લબની પ્રવૃતિઓને ખુલ્લી મુકી હતી.
સંસ્થાના આચાર્ય શ્રી અને ડાયમંડ જ્યુબીલીના કન્વીનર ડૉ. અમિત ધનેશ્વરે મહાનુભવોના સ્વાગત પ્રવચન સાથે રાષ્ટ્રધ્વજ માટેનો દંડ અને તેના ફાઉન્ડેશન માટે દાન આપનાર પાયોનીયર એન્જિનિયર, ગુંદલાવ- વલસાડ, સંસ્થા ખાતે સરસ્વતી માતાની 6 ફૂટ ઊંચી મૂર્તિનું છત્રી સાથેનું આઇકોનિક સર્કલ બનવા જઈ રહ્યું છે તેના માટે સંસ્થાની પ્રથમ પાસ આઉટ બેચ સાથે સંકલન કરનાર લુનાર મોટર્સ, વલસાડ તેમજ ભુતકાળમાં ડેમોસા કેમિકલ પ્રા. લિ. દ્વારા સંસ્થાના કેમિકલ વિભાગને પાંચ લાખ રૂપિયાનું દાન મળેલ તેમનો આભાર વ્યક્ત કરેલ.
સંસ્થા વતી શ્રી મેહુલ દેશપાંડે અને તેમના પરિવાર દ્વારા સંપૂર્ણ પૂજા વિધિ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમ માટે જરૂરી સંકલન, સંચાલન અને વ્યવસ્થાઓના સફળ આયોજન માટે સંસ્થાના NSS પ્રોગ્રામ અધિકારી શ્રી નિરલ પટેલ અને સીવીલ વિભાગ ના શ્રીમતિ અદિતિ શાહ અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત કરેલ.



