ઝાલમોરમાં નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત તેમજ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.
ઝાલમોરમાં નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત તેમજ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

ઝાલમોરમાં નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત તેમજ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના ઝાલમોર ખાતે સંતશ્રી ત્રિકમ સાહેબ નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત તથા મહંતશ્રી રાજારામબાપુની ચારધામ યાત્રા પૂર્ણ પ્રસંગે ભજન સત્સંગ યોજાયો..
રવિવારે યોજાયેલ પ્રસંગે સાંજે ૪.૧૫ કલાકે સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ ખાતે મહંતશ્રી રાજારામ બાપુ ગુરૂશ્રી આત્મારામ સાહેબની પાવન નિશ્રામાં સંતશ્રી ત્રિકમ સાહેબ નવનિર્મિત મંદિરનું ખાતમુ હૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રાત્રે ભોજન પ્રસાદ લઈ મહંતશ્રી રાજારામ બાપુની ચારધામ યાત્રા પૂર્ણ પ્રસંગે રાત્રે ભવ્ય ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,રાષ્ટ્રીય પ્રવક્તા સંત ગુરૂ રવિદાસ વિશ્વમહા પીઠ થરા (કાંકરેજ) ના પ્રવીણભાઈ એમ. બુકોલીયા,એડવોકેટ મહેશભાઈ આર.મકવાણા,બ.કાં.જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ એ. ઠક્કત, રામજીભાઈ પરમાર ભાવનગર, હરિભાઈ ડાભાણી ઝાલમોર,શૈલેશભાઈ મકવાણા શિહોરી,સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.ત્યારે બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ તેમની ગ્રાન્ટ દ્વારા પાંચ લાખ રૂપિયાનો કોમ્યુનિટી હોલ, પાંચ લાખ રૂપિયાનો વરંડો (દીવાલ) બનાવવા તેમજ આ જગ્યા પર પાણીનો નવીન બોર બનાવવા ખાત્રી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ એમ. બુકોલીયા થરા દ્વારા કરવામાં આવ્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





