
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ખેલ મહાકુંભ 2025 — મેઘરજ તાલુકા એથ્લેટીક સ્પર્ધા અંતર્ગત છીટાદરા હાઈસ્કૂલ ખાતે રમતોનો પ્રારંભ
મેઘરજ તાલુકાની છીટાદરા શાળામાં ખેલ મહાકુંભ હેઠળ એથ્લેટીક સ્પર્ધાનો રંગારંગ પ્રારંભ
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટીક સ્પર્ધા મેઘરજ તાલુકાની છીટાદરા શાળા ખાતે આજે યોજાઈ હતી. સ્પર્ધામાં વિવિધ વયગઠની કેટેગરીમાં કુલ ૫૨૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અંડર-૯માં ૩૯ ભાઈઓ અને ૨૫ બહેનો, અંડર-૧૧માં ૪૬ ભાઈઓ અને ૩૭ બહેનો, અંડર-૧૪માં ૧૩૬ ભાઈઓ અને ૭૨ બહેનો, અંડર-૧૭માં ૭૨ ભાઈઓ અને ૪૩ બહેનો તેમજ ઓપન કેટેગરીમાં ૪૯ ભાઈઓ અને ૫ બહેનોનો એ ભાગ લીધો હતો.સ્પર્ધાનો પ્રારંભ છીટાદરા શાળાના આચાર્ય જ્યતીભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેઘરજ તાલુકા એથ્લેટીક સ્પર્ધાના કન્વીનર નરેશભાઈ પટેલ તથા શાળાના શિક્ષકગણ, રમતપ્રેમી વિદ્યાર્થીઓ અને ગામલોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ઉત્સાહભેર સફળ બનાવાયો હતો.





