
વિજાપુર કોલવડા શ્રી પી.જી એન્ડ આર. કે વખારીયા હાઇસ્કુલ ખાતે ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વ્યાયામ મંડળ આયોજિત ખેલમહાકુંભની એથલેટિક્સની સ્પર્ધા “શ્રી પી. જી એન્ડ આર કે વખારીયા હાઇસ્કુલ” કોલવડા ખાતે યોજાઈ હતી. જેમાં U 9,11,14,17& ઓપન વિભાગની ભાઇઓ બહેનો ની સ્પર્ધામાં ૮૦૦ કરતાં વધારે બાળકોએ દોડ, કૂદ અને ફેંકની જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતુ. બે દિવસ સુધી ચાલેલી સ્પર્ધાઓમાં દાતાઓ અને મંડળનાં સહમંત્રી સોમાભાઈ અંબાલાલ પટેલ તરફથી સહયોગ આપવા મા આવ્યો હતો. શાળાના આચાર્ય દિલીપ ભાઈ પટેલ દ્વારા એથલેટિક્સ માટેનાં મેદાનો તૈયાર કરવામાં આવ્યાં હતા, રમતોત્સવને સફળ બનાવવા માટે શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધાનું આયોજન તાલુકા વ્યાયામ મંડળના મંત્રી પંકજભાઈ જે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. વિજેતા ટીમો ને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.





