
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેરાડી આયુષ્યમાન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) ને ૮૯.૮૪% સ્કોર સાથે NQAS પ્રમાણપત્ર મેળ્વ્યું.
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેરાડી આયુષ્યમાન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) ને ૮૯.૮૪% સ્કોર સાથે NQAS પ્રમાણપત્ર મેળ્વ્યું.અરવલ્લી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર-ખેરાડી એ ૮૯.૮૪% સ્કોર સાથે નેશનલ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. દિલ્હી NHSRCની ટીમ દ્વારા કેન્દ્રનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓના આધાર પર આ સન્માન મળ્યું છે.
આ સિદ્ધિ જીલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમારના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ બરંડા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિમલ ખરાડીના નેતૃત્વ હેઠળ શક્ય બની છે. કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ તબીબ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન સહિત તમામ સ્ટાફના પરિશ્રમથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખેરાડી ખાતે સગર્ભા માતાઓ માટે પ્રસૂતિ અને પછીની સંભાળ, બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર-કિશોરી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણ સેવાઓ, રોગચાળા સમયે તાત્કાલિક સેવા અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સેવાઓ ગુણવત્તાપૂર્વક આપવામાં આવે છે.આ સિદ્ધિથી વિસ્તારના લોકો આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લઇ શકશે.




