
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ બહેજની આહિર પ્રેઝી ખેલ મહાકુંભ-નડિયાદના વિઘ્નદોડમાં ઝળકી ત્રીજી ફેબ્રુઆરીએ નડિયાદ ખાતે ગુજરાત રાજ્યકક્ષાના ખેલમહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ખેરગામ બહેજની પણ તાપી જિલ્લાના વ્યારાની શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય અને વુમન હોસ્ટેલ વ્યારા.મા રહી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી પ્રેઝી ધનસુખભાઈ આહિર ૪૦૦ મી.હર્ડલ્સ વિઘ્ન દોડમાં રાજ્યમાં બીજા ક્રમે વિજેતા બની ખેરગામ તાલુકા નવસારી જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે.પ્રથમ ક્રમાંકે બનાસકાંઠાના ચૌધરી આશા-૬૮.૪૫ સેકન્ડમાં, જ્યારે પ્રેઝી આહિરે બીજા ક્રમાંકે ૬૮.૯૬ સેકન્ડમાં ૪૦૦ મિટર હર્ડલ્સ અંતર કાપ્યું હતું. આમ પ્રેઝીને માત્ર ૫૧ માઈક્રો સેકન્ડના લીધે પ્રથમ ક્રમ ગુમાવવો પડ્યો હતો.પ્રેઝીને દોડવીર બનાવવામાં બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણ પટેલ તથા છાત્રાલયના કૉચ વ્યાયામ શિક્ષક પિંકલ આહીરે ખાસ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.




