GUJARATKHERGAMNAVSARI

ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા – જનતા માધ્યમિક શાળા, ખેરગામે શૈક્ષણિક ક્ષેત્રમાં સારું પ્રદર્શન નોંધાવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 46 વિદ્યાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક પાસ થયા છે અને શાળાનું કુલ પરિણામ 65.21% રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં વધુ ઉત્તમ પરિણામ નોંધાઈ રહ્યું છે, જેમાં 105 માંથી 104 વિદ્યાર્થીઓ સફળ થયા છે અને કુલ પરિણામ 99.05% નોંધાયું છે.

વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ:

1. પ્રજાપતિ પાર્થ કલ્પેશભાઈ – 88.30%

2. રાજપુરોહિત વર્ષા મોહનસિંહ – 84.46%

3. બારોટ વિધિ નલિનકુમાર – 80.61%

સામાન્ય પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ:

1. રાઠોડ તરલ હિતેશભાઈ – 83.71%

2. મલ્હોત્રા પ્રદીપકુમાર કલ્યાણસિંહ – 83.57%

3. સાપટા વિનોદભાઈ મનુભાઈ – 83.42%

શાળાના સંચાલક મંડળે સફળતાપૂર્વક પરિણામ પ્રાપ્ત કરવા બદલ તમામ શિક્ષકમિત્રો અને શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને આવનારા સમયમાં વધુ ઊંચા શૈક્ષણિક માપદંડો મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Back to top button
error: Content is protected !!