
ખેરગામ:ખેરગામ તાલુકા પંચાયત સામાન્ય સભા છ મહિના બાદ યોજાતા વિપક્ષમાં ભારે રોષ જોવા મળ્યો.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા ૬ મહિના બાદ મળતાં વિપક્ષ દ્વારા પ્રશ્નોત્તરી નો મારો ચલાવતાં શાસક પક્ષ ભીંસમાં મુકાયો હતો જેમાં આવાસ યોજના રોડ રસ્તા બોર આંગણવાડી મધ્યાન ભોજન નરેગાના કામો અનેક પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા ખાખરી ફળિયાની પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની બાબત પણ ચર્ચા કરવામાં આવી હતી તાલુકા પ્રમુખ રાજેશભાઈ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દરેક ગામની શાળામાં મધ્યાહન ભોજન બનાવવામાં આવે જેથી છોકરાઓને સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી તાજુ ભોજન મળે તે માટે અધિકારીને રજૂઆતો કરીશું ખેરગામ તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ પટેલ દ્વારા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો પ્રશ્નોત્તરી દરમિયાન જાણે કે ભ્રષ્ટાચાર ને છાવરતા હોય એવું પ્રતિત થયું હતું. ૧૫% વિવેકાધીન ૨૦૨૨-૨૩ ના બાવળી ફળીયા ના રસ્તા બાબતે હજુ પણ તાલુકા પંચાયત નિદ્રામાં જોવા મળી હતી. અને તેમણે હજુ રસ્તાની તપાસ કરવામાં આવશે એવી સભામાં ચર્ચા કરી હતી. નરેગા બાબતે પણ વિસ્તાર થી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નરેગા ના કામની લઈને અમે ઉપરી અધિકારીઓ ને ઘણીવાર રજૂઆતો કરી છે પરંતુ અધિકારીઓ અમારુ સાંભળતાજ નથી જણાવ્યું હતું ત્યારબાદ વિપક્ષના તાલુકા પંચાયત ના સભ્યો દ્વારા એક સૂચિત માહિતી આપવામાં આવી હતી જેમાં આદીમજુથ સહિત ના વિવિધ આવાસો ની ફાણવણી માં એજન્ટો દ્વારા અમુક મોટી રકમ ની માંગણી કરવામાં આવે છે. જે વાતને ધ્યાનમાં લેવા માટે સામાન્ય સભા માં રજૂઆતો કરી હતી આ વાતને મીડિયા સાથે વાત કરતા તાલુકા સભ્ય પૂર્વેસ ખાંડાવાલા જણાવ્યું હતું હાલ આ વાત અમારા ધ્યાન પર હમણાં સુધી આવી નથી પરંતુ અગર કોઈ આવું એજન્ટો દ્વારા પૈસા લેવામાં આવશે તો એના પર અમે કાયદાકીય કાર્યવાહી જરૂર કરીશું એવી બાહેધરી આપી હતી




