
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ દાદરી ફળીયા ખાતે આઈટીઆઈની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ખેરગામ મોન્સુન લીગ સીઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેનું ઉદ્ઘાટન અનુરાગ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં બજરંગ ઇલેવન,આઇકોન ઇલેવન,માં મોગલ ઇલેવન,માહી ઇલેવન, એમજે ઇલેવન અને હારવી એન્ડ જીયાન ઇલેવન એમ છ જેટલી ટીમોએ સ્પર્ધામાં ભાગ લઈ ઉમદા પ્રદર્શન પાર પાડ્યું હતું.જેમાં ફાઈનલ મેચમાં માં મોગલ ઇલેવન અને હારવી એન્ડ જિયાન ઇલેવન વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં માં મોગલ ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 61 રન કર્યા હતા,જેના જવાબમાં હારવી એન્ડ જિયા ઇલેવને 62 રનનો લક્ષ્ય પાર કરી મોગલ ઇલેવનને પરાજિત કરી સ્પર્ધાની ચેમ્પિયન ટીમ બની હતી.સ્પર્ધામાં તોફાની બેટિંગ કરનાર અંકિત આહિરને બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.જ્યારે જયમીન પટેલને બેસ્ટ બોલરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.ટુર્નામેન્ટનું આયોજન ઉસ્માન જમાદાર,ભાવિન આહિર,સંદીપ આહિર,યોગેશ પટેલ સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.


