GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

તા.૨૧/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જનજાગૃતિ વ્યાપક બનાવી ડ્રગ્સના દુષણ સામે સૌ મળી સાથે લડીએ અને સોફ્ટ ટાર્ગેટ એવા યુવા છાત્રોને બચાવીએ,  જે.સી.પી. શ્રી મહેન્દ્ર બગડિયા

Rajkot: રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને ડામી દેવા કટિબદ્ધ છે, ત્યારે રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ શહેર નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠક અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં શાળા, કોલેજ, યુનિવર્સીટી વિસ્તારમાં ખાનગી રીતે ડ્રગ્સ વેંચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા પોલીસ વિભાગને શ્રી મહેન્દ્ર બગડિયાએ સૂચના આપી હતી.

રાજકોટ શહેરમાં ખાસ કરીને યુવા- વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ હોઈ, યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે ડ્રગ્સના મૂળ એવા સિન્થેટિક ડ્રગ્સ અને ગાંજાના ઉત્પાદન પર ધ્યાન રાખવા તેમજ ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં જે રસ્તેથી પ્રવેશે છે, તે વિસ્તારમાં કોમ્બિંગ વધારવા જે.સી.પી. શ્રીએ ખાસ સૂચના આપી હતી.

યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રીવેન્શન પર ભાર મૂકી જનજાગૃતિ અભિયાન અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ કોલેજ અને યુનિવર્સીટીના અધિકારીઓને સૂચના આપી હતી.

સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ્સ, ખેતીવાડી, આરોગ્ય સહિતના વિભાગ અને અન્ય સંસ્થાઓને પણ બદલાતા ડ્રગ્સના પરિમાણો સામે સતર્કતા સાથે સહભાગી થવા અધિક પોલીસ કમિશનરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી પુરી પાડી હતી. એસ.ઓ.જી દ્વારા તાજેતરમાં યોજાયેલા એજ્યુકેશન એક્સ્પો સહીત વિવિધ શાળાઓમાં કરવામાં આવેલા સેમિનારની વિગતો પુરી પાડી હતી. જનજાગૃતિ અર્થે જાહેર માર્ગો પર એલ.ઈ.ડી. સ્ક્રીન તેમજ થિએટરમાં ફિલ્મ શો પહેલા ‘નો ડ્રગ્સ’ અવેરનેસ કેમ્પઇન ચલાવવામાં આવી રહ્યું હોવાનું ડી.સી.પી.એ જણાવ્યું હતું.

આ તકે આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, ડી.સી.પી. જોન -૧ શ્રી સજ્જનસિંહ પરમાર, ઝોન – ૨ શ્રી જગદીશ બંગરવા, સીટી પ્રાંત – ૧ શ્રી ચાંદની પરમાર, એસ.ઓ.જી., ડી.સી.બી. સહીત વિવિધ પોલીસસ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!