BHARUCHBHARUCH CITY / TALUKO
હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રક્ષાબંધનપર્વ યોજાયો
સમીર પટેલ, ભરૂચ
રક્ષાબંધન એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જેને ધ્યાને રાખીને પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ તો શાળાની દીકરીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કપાળ પર કુમકુમ તિલક કરી, ચોખા ચોટાડી ભાઈના જમણા હાથે રાખડી બાંધી મીઠાઈથી મોં મીઠું કરાવ્યું હતું ત્યારબાદ ભાઈની આરતી ઉતારી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને ભાઈઓએ સોગાદરૂપે બહેનોને શૈક્ષણિક કીટ આપી બહેનોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને ટીમવર્ક થી સાર્થક કર્યો હતો.