વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સંગઠનના મહામંત્રી તરીકે ચેતન પટેલ અને વિજય રાઠોડની નિમણૂક.
ખેરગામ તાલુકા ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકના નામ જાહેર થતા કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે અને લોકોમાં ચર્ચાઓનો માહોલ ચાલી રહ્યો છે. કેટલાક કાર્યકરોને તેમના પ્રયાસો અને પ્રતિભા અનુસાર હોદ્દા ન મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી, સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઘેરાયેલી નારાજગી અને બીજું, જો કે, આ પ્રકારના ફેરફારો સંગઠનમાં વાતાવરણમાં પ્રભાવ પેદા કરી શકે છે.ખેરગામ તાલુકાના ભાજપ સંગઠન-મંડળની વીતેલી બે મુદતમાં કાર્યકરો પ્રચારમાં ઉણા ઉતરેલા છે,ત્યારે ખેરગામ તાલુકા હોદ્દેદાર મંડળમાં પ્રમુખ તરીકે લીતેશ રમેશભાઈ ગાંવિતની નિમણૂક કરવામાં આવેલી છે,જ્યારે સંગઠનમાં 16 જેટલા હોદ્દેદારોની નિમણૂક તાજેતરમાં જિલ્લા મંડળ દ્વારા કરવામાં આવી છે.જેમાં કેટલાક કાર્યકરો જે હોદ્દો મળશે એવી આશાએ બેઠેલા કાર્યકરોને સંગઠનના હોદ્દેદારોમાં સ્થાન ન મળતાં કહીં ખુશી તો કહીં ગમ જોવા મળી રહ્યો છે.સંગઠનમાં છેલ્લી બે ટર્મથી મહામંત્રીપદે રહેલા શૈલેષ ટેલર અને માજી પ્રથમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૌતેષ કંસારાને ઉપપ્રમુખ બનાવી પક્ષમાં સેવારત કર્યા છે,વાડ ગામના અને તાલુકા યુવા પ્રમુખ રહેલા ચેતનભાઈ પટેલ અને ખેરગામના યુવા વિજય રાઠોડને મહામંત્રી બનાવાયા છે.અન્ય ઉપપ્રમુખ રાજેશ પટેલ-વાવ, મનોજ પટેલ-નડગધરી, હંસાબેન દેસાઇ-પાણીખડક,શરદ પટેલ-નારણપોરને સ્થાન અપાયું છે.મંત્રી તરીકે રાકેશ જગુ પટેલ-નાધઈ, પ્રકાશ પટેલ-ગૌરી,દીવ્યા આશીશ ચૌહાણ-ખેરગામ,સુનીતા પટેલ-ભૈરવીના સરપંચ,હર્ષાબેન પટેલ-તોરણવેરા,વીમલબેન પટેલ-પણંજ, કોષાધ્યક્ષ તરીકે હસમુખ મંછુભાઈ પટેલ-પેલાડી ભૈરવી, અને કાર્યાલય મંત્રી તરીકે કમલેશ પટેલ-ડેબરપાડાની નિયુક્તિ થઈ છે.નવસારી ભાજપા અધ્યક્ષ- ભુરાભાઈ શાહ સર્વે પદાધિકારીઓ પાસે નિષ્ઠા અને લોક સંપર્ક કરી પક્ષના યોજાતા કાર્યક્રમો સફળ બનાવવા જન મન સુધી પાર્ટીની વિચારધારા-વિકાસ યોજના પહોંચાડવા સહયોગી થશે તેવી આશા વ્યક્ત કરી છે.