GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ ઉત્સાહપૂર્વક યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ સી.આર.સી., ખેરગામ ખાતે આજે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ઉત્સવમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચિત્રકળા, બાળકવિ, હળવું કંઠ્ય સંગીત તથા તાલવાદ્યો જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિજેતા વિદ્યાર્થીઓ:૧) ચિત્ર સ્પર્ધાપ્રથમ : નિયતિ મહેન્દ્રકુમાર પટેલ (ધો. ૮)કન્યા પ્રા. શાળા, ખેરગામ૨) બાળકવિ સ્પર્ધાપ્રથમ : ફેની અશોકભાઈ પટેલ (ધો. ૮)વાડ ઉતાર ફળિયા પ્રા. શાળા૩) હળવું કંઠ્ય સંગીત સ્પર્ધાપ્રથમ : ધ્રુવી વિપુલભાઈ પટેલ (ધો. ૮)ખાખરી ફા. પ્રા. શાળા, ખેરગામ૪) તાલવાદ્ય સ્પર્ધાપ્રથમ : મલય ગોવિંદભાઈ પટેલ (ધો. ૮)કુમાર પ્રા. શાળા, ખેરગામઆ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, સી.આર.સી. ઇન્ચાર્જ તેમજ ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ निर्णાયકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓને આવનાર જિલ્લા કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન સી.આર.સી. ખેરગામ સંકુલના શિક્ષકોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!