
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાની ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ ગીતા મંદિર હાઇસ્કુલ, પાર્ટી ખાતે તારીખ : 6/11/2025 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો,જેમાં જનતા મધ્યમિક શાળા ખેરગામના શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ કબડ્ડી, રસ્સા ખેંચ અને એટલાન્ટિક્સ વિભાગમાં પ્રથમ, બીજો ક્રમ મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. રસ્સા ખેંચ સ્પર્ધામાં ઓપન વિભાગમાં ભાઈઓ અને બહેનો ની ટીમ પ્રથમ ક્રમ ,રસ્સા ખેંચની અંદર – 17 માં ભાઈઓની ટીમ પ્રથમ ક્રમ,કબડ્ડીની સ્પર્ધામાં ઓપન વિભાગમાં ભાઈઓની ટીમે પ્રથમ અને અંડર- 14 વિભાગમાં ભાઈઓની ટીમે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તા.8/11/2025ના રોજની એથેલેન્ટિક્સ સ્પર્ધાઓમાં મોકાશી રણજીત દેવજીભાઈ ચક્રફેંક, ગોળાફેંક અને હથોડાફેંકમાં પ્રથમ ક્રમ,પટેલ શિવાની વિજયભાઈ ગોળાફેંક અને ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ,રાઠોડ તનુશ્રી જીતુભાઈ ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને ગોળાફેંકમાં ત્રીજો ક્રમ,યશ શુકરભાઇ જોગારી લાંબીકુદ અને 200 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ,હળપતિ ધરાબેન 200 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને લાંબી કુદમાં બીજો ક્રમ,જય પટેલ 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ,પટેલ મેહુલ લાંબી કુદ અને ૨૦૦ મીટર દોડમાં બીજો ક્રમ, રાઠોડ દર્શીલ ૨૦૦ મીટર દોડમાં બીજો ક્રમ,નિળારા વિશાલ 400 મીટર દોડમાં બીજો ક્રમ,આહિર જીયા 100 મીટર દોડ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તાલુકા કક્ષા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા વિદ્યાર્થીઓને,માર્ગદર્શક શિક્ષકશ્રી કેતનભાઇ સી. પટેલ અને આચાર્યશ્રી ચેતનભાઇ કે. પટેલ તેમજ શાળા પરિવારને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ દ્વારા અભિનંદન પાથાવામાં આવ્યા હતા.



