GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ગ્રામજનોએ ગૌચરણ જમીન પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે 2 ઓક્ટોબરે ખાસ ગ્રામસભાની માંગણી કરી”

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ ગામના બાવળી ફળિયા ખાતે આવેલી વિવાવાદિત ગૌચરણની જમીન (ખાતા નં. 2929)ને ફરી ગૌચરણ તરીકે જાહેર કરવાની ગ્રામજનો દ્વારા એકમત માંગણી કરવામાં આવી છે. આ મુદ્દાને લઈને ગ્રામજનોએ 2 ઓક્ટોબર – ગાંધી જયંતિના રોજ ખાસ ગ્રામસભા બોલાવવાની સત્તાવાર રજૂઆત કરી છે.ગ્રામજનોનું માનવું છે કે ગૌચરણની જમીન ગામના પશુધન માટે ચારો પૂરું પાડવા ઉપરાંત પર્યાવરણ સંતુલન જાળવવા માટે પણ અત્યંત જરૂરી છે. વર્ષોથી ચાલી રહેલા વિવાદને કારણે જમીન પોતાના મૂળ હેતુથી વંચિત રહી છે, જેના કારણે ગામના હિતને નુકસાન થયું છે. જો તેને પુનઃ ગૌચરણ તરીકે જાહેર કરવામાં આવે તો ગામને મોટો લાભ થશે.શશિન પટેલ, વિનોદ પટેલ, નિતીન પટેલ, ગુલાબભાઈ, જંયતિભાઈ સહિતના અનેક ગ્રામજનોએ પંચાયત સમક્ષ મળી સત્તાવાર રજૂઆત કરી હતી.ગ્રામજનો આશા વ્યક્ત કરે છે કે પંચાયત આ મુદ્દાને પ્રાથમિકતા આપીને 2 ઓક્ટોબરની ખાસ ગ્રામસભામાં યોગ્ય નિર્ણય લઈ ગૌચરણ જમીનને પુનઃસ્થાપિત કરશે.

Back to top button
error: Content is protected !!