વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ધરમપુર રોડ પર આવેલા ભૈરવી તીર્થંધામ શનેશ્વર મંદિરે આજે શનિ અમાવસ્યા નિમિત્તે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના હસ્તે ઘ્વાજારોહણ કરવામાં આવ્યુ હતું.શનિધામ ભૈરવી ના પ્રમુખ પૂર્વેશભાઈ ખાંડાવાલા, ખેરગામ તા.પં.ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી , કિશન શુક્લ , ભીખુભાઇ અમદાવાદી , કશ્યપ જાની , માક્ષિત રાજ્યગુરુ , બિપીનભાઈ પટેલ ભેરવી, પ્રતીક પટેલ , ગણપતભાઈ રામાભાઇ ptel , હર્ષદભાઈ ગુલાબભાઇ પટેલ , ઈશ્વરભાઈ મોહનભાઇ પટેલ , મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ , શૈલેષભાઇ ધીરુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આશીર્વચન આપતાં કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ગ્રહ રાજ શનિ ન્યાયધીશ છે, કર્મફળ દાતા છે શનિ ને ભય થી નહીં પણ ભાવથી ભજો, આજે શનિ અમાસ હોવાથી સેલવાસ થી ભરૂચ સુધી ના શનિ ધામ ભેરવી મા ઉમટ્યા હતા.પૂર્વેશભાઈ ખાંડા વાલા અને ટ્રસ્ટી ઓ દ્વારા મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.મોડી સાંજ સુધી ભક્તો ની ભીડ ઉમટી હતી .ખેરગામ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા નો સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.ભેરવી શનિધામ દક્ષિણ ગુજરાત ના હજારો ભક્તો નું આસ્થાકેન્દ્ર બની ગયું છે.ઔરંગા નદીને કિનારે કુદરતી વનરાઈ ઓ ની વચ્ચે નયન રમ્ય વાતાવરણ મા ભેરવી શનિ ધામ શિંગના પૂર શનિ પ્રતિકૃતિ સમાન બની ગયું છે