GUJARATKHERGAMNAVSARI

ખેરગામ: જામનપાડા ગામની ખો-ખો ટીમનો જિલ્લા સ્તરે ગૌરવપૂર્ણ વિજય

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

જામનપાડા ગામની ખો-ખો ટીમે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ “ખેલ મહાકુંભ 2025” અંતર્ગત યોજાયેલી જિલ્લા સ્તરની ખો-ખો સ્પર્ધામાં ઓપન એજ (ભાઈઓ) કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી એક અનોખું ગૌરવ મેળવ્યું છે. આ વિજય માત્ર ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર જામનપાડા ગામ માટે ગૌરવની સિદ્ધિ સાબિત થયો છે.ટીમે શરૂઆતમાં ગીતા મંદિર હાઈસ્કૂલ, પાટી ખાતે યોજાયેલી તાલુકા સ્તરની સ્પર્ધામાં ઉત્તમ રમતકૌશલ્ય સાથે પ્રથમ અને દ્વિતીય સ્થાન હાંસલ કરી પોતાના પ્રભુત્વનો પરચો આપ્યો હતો. ત્યારબાદ 12-11-2025ના રોજ યોજાયેલી જિલ્લા સ્તરની સ્પર્ધામાં, ટીમે શિસ્ત, એકતા અને સમર્પણના બળ પર અદભૂત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ સફળતાનું શ્રેય ટીમના કુશળ માર્ગદર્શકો — કોચશ્રી સુરેશભાઈ બી. પટેલ, અમૃતભાઈ બી. પટેલ, અરુણભાઈ એન. પટેલ અને મેહુલકુમાર ડી. પટેલ — ને જાય છે, જેમણે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ, સંકલ્પ અને ટીમસ્પિરિટ જાગૃત કરી શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું.આ ગૌરવપૂર્ણ વિજય પર જામનપાડા શાળાના સ્ટાફગણ, ગામના આગેવાનો તથા ખેરગામ તાલુકાના આગેવાનોએ ટીમને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી છે. સૌએ આશા વ્યક્ત કરી છે કે જામનપાડા ટીમ રાજ્ય સ્તર પર પણ એવી જ ઉત્કૃષ્ટતા સાથે ગામનું નામ રોશન કરશે.

Back to top button
error: Content is protected !!