
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલયમાં પ્રાતઃગણ માં “કિલબિલાટ–૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ગીત, નૃત્ય, નાટિકાઓ તેમજ અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ભારે વખાણી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી અદૃશ્ય પ્રતિભાને ઉજાગર કરવાનો તેમજ તેમને મંચ પર પોતાની કળા રજૂ કરવાની તક આપવાનો હતો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સંસ્કારનું સંવર્ધન થાય છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
મનન વિદ્યાલય ના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ અમીશા પંડ્યા ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ ઉત્તમ સંદેશ આપવામાં આવે છે.




