KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે કેનાલ માંથી બે રોઝ ને ફ્રેન્ડસ એનિમલ ટીમ દ્વારા રેસ્ક્યું કરાયા

તારીખ ૧૦/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે કાનોડ અને પીંગળી બે ગામ વચ્ચે થી પાનમ કેનાલ પસાર થતી હોય જેમાં ભરપૂર માત્રામાં પાણી વહેતું હોય ખેડૂતો વાવણી કરી ને ખુશ હોય ત્યારે રાત્રે બે રોઝ કેનાલ માં પડ્યા હતા જેની સવારે પીંગળી ગામ ના જીવદયા પ્રેમી કવિ વિજય વણકર દ્વારા સ્થાનિક પશુ સારવાર કેન્દ્ર માં સંપર્ક કર્યો હતો ત્યાંથી વેજલપુર ફોરેસ્ટ વિભાગ માં સંપર્ક કર્યો હતો એમ વિવિધ સંપર્ક થકી ફ્રેન્ડ્સ એનિમલ ની ટીમ ને રામસિંહ પરમાર નો સંપર્ક થતાં સત્વરે ફ્રેન્ડસ એનિમલ ની ટીમ સ્થળ પર પહોંચી ને રેસક્યું કરી ત્રણ કલાક ની ભારે જહેમત બાદ બન્ને રોઝ ને હેમખેમ પાણી માંથી સહી સલામત બહાર કાઢ્યા હતા જ્યાં વિજય વણકર દ્વારા ફ્રેન્ડ્સ એનિમલ ની ટીમ ને અભીનંદન પાઠવ્યા હતા.







