DHARAMPURGUJARATVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના કિર્તીબેન ગરાસીયા પી.એચ.ડી. થયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની રહેવાસી કિર્તીબેન ગુલાબભાઇ ગરાસીયાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ વિનયન વિદ્યાશાખાના એજ્યુકેશન વિષયમાં A STUDY OF SELF-ESTEEM AND PROFESSIONAL SRESS OF PRIMARY SCHOOL TEACHERS OF DANG DISTRICT શિર્ષક હેઠળ ડાંગ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો અંગે પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. એમનો મહાશોધ નિબંધ મહેસાણા જિલ્લાની સ્વામી વિવેકાનંદ સર્વોદયા બેંક એજ્યુકેશન કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. પથિક ડી. બારોટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રશાંત બી.પરિહારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. કિર્તીબેન ગરાસીયાના બે રીસર્ચ પેપરો પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેમની આ સિધ્ધિમાં તેમના માતા-પિતા, ભાઇ-બહેન અને મિત્રવર્તુળનો પણ અમૂલ્ય સહયોગ સાંપડ્યો છે. તેણીએ આ સિધ્ધિ હાંસલ કરી મરઘમાળ ગામનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર તેમજ ગામ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!