DAHODGUJARATLIMKHEDA

તાલુકા પંચાયત પ્રમુખ લીમખેડાના અધ્યક્ષ સ્થાને કાચલા મંદિર ખાતે કિશોરી મેળો યોજાયો

તા.૦૭.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:તાલુકા પંચાયત પ્રમુખ લીમખેડાના અધ્યક્ષ સ્થાને કાચલા મંદિર ખાતે કિશોરી મેળો યોજાયો

મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરાયું દાહોદ, જિલ્લા મહિલા પ્રોગ્રમ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના દાભડા કાચલા મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કિશોરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ટીમ દ્વારા દીકરીઓને માસિક ધર્મ અને રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા હાજર રહેલી કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પોષણક્ષમ આહાર તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર, RBSK ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, સ્ટાફ ટીમ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ હાજર રહી હતી

Back to top button
error: Content is protected !!