GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાની આંગણવાડી કેન્દ્રની બહેનોને કિચન ગાર્ડીંગની તાલીમ આપવામાં આવી

વિજાપુર તાલુકાની આંગણવાડી કેન્દ્રની બહેનોને કિચન ગાર્ડીંગની તાલીમ આપવામાં આવી
વિવિધ શાકભાજીનાં બિયારણ અને રોપ આપવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગતરોજ જિલ્લા પંચાયત મહેસાણા, કોમ્યુનીટી હોલ ખાતે બાગાયત ખાતા અને સંકલિત બાળવિકાસ યોજના ( આઈ.સી.ડી.એસ.) વિભાગનાં સંયુક્ત ઉપક્રમે વિજાપુર તાલુકાની આંગણવાડી કેન્દ્રની અંદાજીત ૩૮ જેટેલી બહેનોને કિચન ગાર્ડીંગ તાલીમ આપવામાં આવી હતી. જેથી તેઓ તેમના આંગણવાડી કેન્દ્રમાં શાકભાજી પાકો સારા ઉગાડી શકે અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ગામના નાના બાળકોને પોષણયુક્ત શુદ્ધ આહાર સાથે તાજી શાકભાજી મળી રહે તે હેતુથી બાગાયત ખાતા દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રની બહેનોને એક કિટ નિ:શુલ્ક પણ આપવામાં આવી હતી. જેમાં વિવિધ શાકભાજીનાં બિયારણ અને રોપ આપવામાં આવ્યા હતા.આ તાલીમમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી જીજ્ઞાબેન દવે અને જિલ્લા ખેતીવાડી અધિકારી એન.એમ.પટેલ, બાગાયત અધિકારી
એચ.એસ.પ્રજાપતિ અને એન.આર.સોંદરવા તેમજ અમરીન બેન મેમણ અને તાલીમાર્થી બહેનો રસભેર સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!