
બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ
તા.૧૧/૦૧/૨૦૨૫
નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા ઊંડી ખાતે પતંગ ઉત્સવ તથા કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં ઉતરાયણ પર્વ વિશે વક્તવ્ય આપી કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી કરી.તેમજ શાળા આચાર્ય, સ્ટાફ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ દ્વારા દરેક બાળકોને પતંગ, ફિરકી આપવામાં આવી. અને દરેક બાળકને તલના અને મમરાના લાડુ આપી પતંગ ઉત્સવની ખુબ જ આનંદ પુર્વક ઉજવણી કરવામાં આવી.


