વિજાપુર પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારી મારફત વિશ્વકર્મા યોજના મા નોંધાયેલ ૪૩ જેટલા લાભાર્થીઓને કિટો નુ વિતરણ કરાયુ

વિજાપુર પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારી મારફત વિશ્વકર્મા યોજના મા નોંધાયેલ ૪૩ જેટલા લાભાર્થીઓને કિટો નુ વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની પોસ્ટ ઓફિસ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સપ્ટેમ્બર-2024 માં પિલવાઇ ગામમાં વિવિધ પ્રકારના વ્યવસાય માટે જે અરજદારોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારી મારફત ૪૩ જેટલા લાભાર્થીઓને કિટો નુ વિતરણ કરવા મા આવ્યું હતું.તેમજ તાલીમાર્થી ઓ ને 4000/રુપિયા પણ બેન્ક એકાઉન્ટ માં જમા કરવા મા આવ્યા છે.સાથે સુથારી કામ માટે લાભાર્થીઓને કીટો પણ પોસ્ટ અધિકારી મારફત આપવા મા આવી છે. જેમાં પિલવાઈ કણભા ખણુસા,સાકાપુરા, રણછોડ પુરા, ભીમપુરા વગેરે ગામના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. સરકાર દ્વારા બે રોજગારી દૂર કરવા માટે આપવા મા આવેલ કીટો ને મેળવી લાભાર્થીઓના ચહેરા ઉપર ખુશી વર્તાઈ હતી. પોસ્ટ અધિકારી એ જણાવ્યું હતુકે ઓન લાઈન નોંધાયેલ વિશ્વકર્મા યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસ ખાતે આવેલ લાભાર્થીઓ ની કીટો મા ૪૩ કીટો આવેલ છે. જેને લઇ તમામ લાભાર્થીઓ ને જાણ કરવા મા આવી છે. જે લોકો અહી આવેલ તમામ ને તેમની કીટ આપવા મા આવે છે. હાલ માં ૨૫ થી ૩૦ જેટલા લોકો પોતાની કિટો મેળવી લીધેલ છે. બાકીના ૧૫ જેટલા લોકોને પણ કિટો આપવાનું ચાલુ છે.





