વિજાપુર પિલવાઇ શેઠ જીસી હાઈસ્કુલ ખાતે ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાદાન સ્વરૂપે અઢી લાખ રૂપિયા ના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.
શેઠ જી. સી. હાઈસ્કૂલ, પિલવાઈના 750 વિદ્યાર્થીઓને લાભ મળ્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ શેઠ જી. સી. હાઈસ્કૂલ ખાતે માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (ધો. 9 થી 12 ) માં અભ્યાસ કરતાં 750 વિદ્યાર્થીઓને આવકારવાનો અને આ તમામ વિદ્યાર્થીઓને નવનીત મોદી ( ત્રિપદા હેલ્થકેર પ્રા. લિ. ) પ્રેરિત ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાદાન સ્વરૂપે ચોપડા આપવાનો કાર્યક્રમ શાળાના નવનિર્મિત સંકુલ સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનમાં યોજાયો હતો. શાળાના ઈનચાર્જ આચાર્યા સુનિતાબેન ખરાડીએ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષે મા વિદ્યાર્થીઓને ભણતર અભ્યાસ બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સ્કૂલના એડમિનિસ્ટ્રેટર ડૉ. યશોધર હ. રાવલ – એ ત્રિપદા ફાઉન્ડેશનના ચેરમેન નવનીત મોદી અને હસમુખ મોદીનું ભાવપૂર્ણ સન્માન કરીને ત્રિપદા ફાઉન્ડેશનની અનેક સમાજોપયોગી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્રિપદા ફાઉન્ડેશને સ્કૂલના માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતાં સાતસો પચાસ વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે 2,50,000/- ( અઢી લાખ રૂપિયા ) ના ચોપડા આપીને વિદ્યા અને વિદ્યાર્થીઓ માટેની નિસબત ઉજાગર કરી હતી. તેમજ શાળાના વહીવટદાર દ્વારા ત્રિપદા ફાઉન્ડેશનના ચેરમેન નવનીતભાઈ મોદી અને હસમુખભાઈ મોદીનુ સ્વાગત કરી વિદ્યા પ્રત્યે ની ભાવના ને બિરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સમરસ ગ્રામ પંચાયત, પિલવાઇના નવનિયુક્ત સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ અને ઉપસરપંચ બળવંતસિંહ વિહોલ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના સુપરવાઈઝર કલ્પેશભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તરલિકાબેન પટેલે કર્યું હતું.